કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૯. ઝાકળનું ગીત

Revision as of 15:33, 20 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૯. ઝાકળનું ગીત

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
વન વન વેરતી મોતી જી રે !
ફૂલડાં અપારને નથડી નથાવી,
ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિંગડાં,
હીરલા ગૂંથું હું ગોતી જી રે !

(કોડિયાં, પૃ. ૯૭)