કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૨. યુગવણકર

From Ekatra Wiki
Revision as of 01:34, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૨. યુગવણકર


વણઢાંકયાં જગનો સાદ,
સાંભળ યુગચાદર વણનાર !
હિમ શિયાળે ધરણી ધ્રૂજે,
મેઘની છૂટે ધાર !
દેહ તણી મરજાદ છુપાવા,
ચીંથરાનો ન આધાર ! સાંભળo
વર્તમાને તેં પાટલી માડી,
ખાંભી અનંતને આર !
ભૂતને તાણે ભરતો જાતો,
ભાવી તરંગના તાર ! સાંભળo
છેડલે મૂકી અહિંસાની આરી,
સાચની હીર કિનાર !
આત્મવિલોપન, આત્મ મોચન,
કાંજી છકી સંચાર ! સાંભળo
પથ્થરની અણભેદ દીવાલો,
રૂંધતી વણકર કાર;
ઇંટચૂના વીંધી તાંતણા થાતા,
વિશ્વમાં એકાકાર ! સાંભળo

૧૩-૯-’૩૨
(કોડિયાં, પૃ. ૨૨૫)