શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨૦. સાંજ

From Ekatra Wiki
Revision as of 02:03, 10 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦. સાંજ


— ચંદ્ર પેલો
વીજળીના તાર પર
વાગોળ-શો નતમસ્તકે લટકી રહ્યો,
એ જોઈને બે-ચાર ઘર
ગંભીર કૈં વાતો કરી જંપી ગયાં.

મૃત્યુશીતા આ હવા
ભક્ષ્યને ભરખી જવા
થંભી ગયેલી કો’ ગરોળી જ્યમ,
અહીં આકાશને ચોંટી રહી તાક્યા કરે.

ને શ્હેરના દીવા
ફટકી જઈ જોયા કરે
કો’ મૂર્ખની આંખો સમા —

હું જાઉં છું ચાલ્યો
ઉતરડી મારી આ છાયા —