એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/આલંકારિક શબ્દ

From Ekatra Wiki
Revision as of 02:04, 19 October 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''આલંકારિક શબ્દ'''</big></big></center> {{Poem2Open}} જેનો પ્રયોગ સ્થાનિક વાક્વ્યવહારમાં સુધ્ધાં કોઈ વાર થયો ન હોય પણ કવિએ પોતે જેને પ્રયોગમાં લીધો હોય તેવા શબ્દને નવનિમિર્ત કહેવાય. એવા કેટલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આલંકારિક શબ્દ

જેનો પ્રયોગ સ્થાનિક વાક્વ્યવહારમાં સુધ્ધાં કોઈ વાર થયો ન હોય પણ કવિએ પોતે જેને પ્રયોગમાં લીધો હોય તેવા શબ્દને નવનિમિર્ત કહેવાય. એવા કેટલાક શબ્દો જોવા મળે છે. જેમ કે Kerata (સંગિડા)ને માટે ernyges (અંકુર) અને iereus (પુરોહિત)ને માટે areter (પ્રાર્થી).1

+ પાઠ ખંડિત

જેમાં શબ્દના પોતાના સ્વરને લીધે દીર્ઘ સ્વર મૂકવામાં આવે અથવા વચ્ચે કોઈ અક્ષર ઉમેરી દેવામાં આવે ત્યારે તે શબ્દ વિસ્તારિત બને છે. જ્યારે શબ્દમાંથી કોઈ અંશને દૂર કરવામાં આવે ત્યારે શબ્દ સંકુચિત બને છે. વિસ્તૃતીકરણના ઉદાહરણ રૂપે Poleosનું poleos અને Peleidouમાંથી Peleadeo છે, (સ્વરદીર્ઘતાના ફેરફાર અને અક્ષરોના ઉમેરણથી)+ સંકોચીકરણના ઉદાહરણ તરીકે Kritheમાટે Kri, doma માટે do, અને ‘Mila ginetai amphoteron ops’માં opsisની જગ્યાએ ops.1

લેન કૂપરના અનુવાદને આધારે

પરિવતિર્ત શબ્દ તેને કહેવાય છે જેમાં સામાન્ય રૂપનો કંઈક અંશ તો જ્યાંનો ત્યાં રહે અને કંઈક અંશ નવનિર્માણ પામે, જેમ કે dexiteron cata mazonમાં dexionશબ્દ ફેરફાર પામીને dexiteron બનીને આવ્યો છે.1

[નામો પોતે પુલ્લંગિ, સ્ત્રીલંગિ – અથવા નપુંસકલંગિ હોય છે. પુલ્લંગિ તે છે જેનો અંત ‘ન,’ ‘ર’, ‘સ’માં અથવા ‘સ’ની સાથે સંયુક્ત કોઈ અક્ષરમાં આવે – તેઓ માત્ર બે છે, ‘પ્સ’ અને ‘કસ’. સ્ત્રીલંગિ તે છે જેનો અંત દીર્ઘ સ્વરોમાં અર્થાત્ ‘ઈ’ અને ‘ઊ’માં તથા એવા સ્વરોમાં હોય છે જેમનો વિસ્તાર થઈ શકતો હોય – અર્થાત્ ‘અ’માં. આ રીતે પુંલ્લંગિ અને સ્ત્રીલંગિ નામોનો જે વર્ણોમાં અંત આવે છે એમની સંખ્યા તેની તે રહે છે, કારણ કે ‘પ્સ’ અને ‘ક્સ’ તે વર્ણોની બરાબર છે જેમનો અંત ‘સ’માં આવે છે. કોઈ પણ નામનો અંત સ્પર્શ અથવા સ્વભાવત: હ્રસ્વ હોય એવા સ્વરમાં આવતો નથી. માત્ર ત્રણનો ‘ઇ’માં અંત આવે છે. ‘મેલિ’, ‘કોમ્મિ’ અને ‘પેપેરિ’. અને પાંચનો અંત ‘ઇ’માં આવે છે. નપુંસકલિંગી નામોનો અંત આ બે છેવટે દર્શાવેલા સ્વરોમાં આવે છે; અને કોઈ કોઈ વાર ‘ન’ તેમજ ‘સ’માં પણ.]