પૂર્વાલાપ/૪૯. મહેમાનોને સંબોધન

From Ekatra Wiki
Revision as of 14:13, 3 December 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૯. મહેમાનોને સંબોધન


મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!
કરજો માફ હજારો પામર પાપ, જે
દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો!
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!

ઉન્નત ગિરિશૃંગોનાં વસનારાં તમે :
ઊતર્યાં રંક ઘરે, શો પુણ્ય પ્રભાવ જો!
શુશ્રૂષા સારી ના અમને આવડી!
લેશ ન લીધો લલિત ઉરોનો લ્હાવ જો!
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજે!