પૂર્વાલાપ/૬૦. પ્રભુની પાઠશાલા

From Ekatra Wiki
Revision as of 14:27, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬૦. પ્રભુની પાઠશાલા


અમે ચેલા બધા ઘેલા : પ્રભુની પાઠશાલાના!
અમે ઘેલા અને મેલા : પ્રભુની પાઠશાલાના!

અમારામાં કશો ના માલ!
અમે તો મૂર્ખ ને કંગાલ!
છતાંયે બાળકો છઈએ : પ્રભુની પાઠશાલાના!

અમે ઘેલા બધા ચેલા : પ્રભુની પાઠશાલાના!
અમે મેલા અને ઘેલા : પ્રભુની પાઠશાલાના!