પૂર્વાલાપ/૬૫. તારકસ્તોત્ર

From Ekatra Wiki
Revision as of 14:35, 3 December 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬૫. તારકસ્તોત્ર


[મિ. મૅસનના ઇંગ્લિશ સ્ત્રોત્ર ઉપરથી]

પ્રભુ તારકની સહુ કીર્તિ કરો,
અવનીતલમાં અને સ્વર્ગ મહીં :
તેનું શાસન વિસ્તરો સર્વ જગે,
તેના રાજ્યનો અંત જ આવો નહીં.

જે છે સારું અને સાચું, એ સહુનો
તે છે આલ્ફા અને તે છે ઓમેગા એ;
ઝરો જિંદગીનો, સવિતા દ્યુતિનો,
બધા હર્ષ ખરા રહ્યા, તે ભેગા છે.

આદિ, અંત, તે ઈશ્વર માણસ છે,
તેનું આંતર સત્ ન કો જાણી શકે;
પણ માનવ દૈવી રૂપ મહીં
તેના આદિ ને અંત પ્રમાણી શકે.

જે છે, હતો, જે ફરી આવનારો છે,
સનાતન અનંત અહં બ્રહ્માસ્મિ,
પ્રભુ સૌ શક્તિમાન, સર્વોપરી ઈશ્વર!
દ્યાવાપૃથિવ્યો બોલો, તથાસ્તુ!


To Jesus Christ be glory given,
By all on earth; by all in heaven :
Let his dominion wide extend,
His glorious kingdom never end.

For He of all that’s good and true,
Is Alpha and Omega too,
The fount of life, the source of light,
The spring of every true delight.

Beginning, Ending, God and Man,
His inmost being none can scan;
But in his Human Form Divine
The first and last united shine.

Who is who was, who is to cime,
Eternal infinite I AM;
The Lord Almighty God most high!
Amen let Heaven and Earth reply.