પૂર્વાલાપ/૭૫. ફકીરી

Revision as of 15:26, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭૫. ફકીરી


[રાગ ભૈરવ : તાલ દાદરા]

હવે શરણે પ્રભુ ચરણે દયાઝરણે!
અફસોસ, અફસોસ, અફસોસ ના કશો!

સંસારના બંધ તમામ તૂટયા,
સંબંધીઓના પણ દોર છૂટયા;
હવે રહ્યું શાશ્વત જીવવાનું,
પ્રેમે પ્રભુના પદમાં જવાનું!

પ્રિય પિયુ પરમ મુજ દિલને :
જલમાં, સ્થલમાં સઘળી પલમાં :

શું કરું? દયિત! શું કરું?
ખમવું, ભમવું : દિલને દમવું શિવમાં શમવું!