પૂર્વાલાપ/૯૭. શાસ્ત્રોપદેશ

From Ekatra Wiki
Revision as of 16:08, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૭. શાસ્ત્રોપદેશ


[રાગ નટઃ તાલ ચતુસ્ત્ર જાતિ ત્રિતાલ]

સદા વચન ઋત બોલો ને!
અતિશય અહિત રહ્યું અસતમાં :
સાચું કહ્યા થકી હાનિ ભલે થાય,
તદપિ ન ઈતર ધર્મ મતમાં!
સત્યમેવ જયતે |
ના ડરવાનું : ના ફરવાનું :
વિરલ ગહન વ્રત કઠિન વિષમ સત પરમ સાધુ તણું!
ફલ પણ તેમાં ઘણું :
શાસ્ત્રો બોધે એવું ફરી ફરી :
ખરું હૃદય નિજ ખોલો ને!