પૂર્વાલાપ/૧૦૧. કાન્તને સંબોધન

From Ekatra Wiki
Revision as of 16:17, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦૧. કાન્તને સંબોધન


[રાગ ઝીંઝોટી : તાલ ત્રિતાલ]

શાં વ્હાલાં લાગે વેણ તમારાં કોડીલા કુંવરજી!
ઉછાળા મારે શૂર, તનમાં ધસે પૂર;
નૈનમાં હસે નૂર, ચિંતાઓ કરે ચૂર!

ઓ મારા પ્યારા! મારા પ્યારા! મારા પ્યારા!
રેલાવો રતિધારા! ખેલાવો ખેલ સારા!
કોડીલા કુંવરજી!

અયિ સુવીર! હૃદય કરી! નિકટ નીર! સુખદ તીર!
ધર ન ધીર કાં? ધર ન ધીરા કાં? ધર ન ધીર કાં?
અંતરમાંના ઉમળકા શા ખોલું? જાણો છો મરજી!
જાણો છો જી મરજી!