પૂર્વાલાપ/૧૦૩. અંતિમ પ્રાર્થના

From Ekatra Wiki
Revision as of 16:20, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧. ઉપહાર


૧૦૩. અંતિમ પ્રાર્થના

[પદ]

ઊંચાં પાણી મને આ સતાવે પિતા!
પ્રભુ તારક! સત્વર ઉદ્ધારી લ્યો!
કૈંક નારકી દૃશ્ય બતાવે, પિતા!
મને પાતકીને દયાથી તારી લ્યો!

મારી હોડી ખરાબમાં તૂટી ગઈ :
મારી જોડી હા! માયા તે લૂંટી ગઈ :
મારી હિંમત છેક જ ખૂટી ગઈ :
પ્રભુ તારક! સત્વર ઉદ્ધારી લ્યો!

મારાં પાપ તણો અરે! પાર નથી :
મારા અન્તરમાં કશો સાર નથી :
ભવસાગરે અન્ય આધાર નથી :
પ્રભુ તારક : સત્વર ઉદ્ધારી લ્યો !