Revision as of 05:09, 3 July 2021 by MeghaBhavsar(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ| સુરેશ જોષી}} {{Poem2Open}} ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, ને સા...")
ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું,
ને સારવીને મધુ માત્ર લાવું;
એવું કરે કોઈક કાલિદાસ,
એની ન મારે ધરવી ય આશ.
તો આવ સાથે મળ્યું તે જ માણીએ,
માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ.