ઉપજાતિ/એક રાહ

From Ekatra Wiki
Revision as of 05:38, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક રાહ| સુરેશ જોષી}} <poem> કટાર શી બંકિમ ભમ્મરો ને ઓષ્ઠાધરે રક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એક રાહ

સુરેશ જોષી

કટાર શી બંકિમ ભમ્મરો ને
ઓષ્ઠાધરે રક્તિમ લોહી શી છટા;
ખુલ્લો મૂકીને ઉદરપ્રદેશ,
બનાવીને ઉન્નત વક્ષદેશ
જોઉં જતી સુન્દરીઓની હાર –
શું અપ્સરાઓ કરતી વિહાર!

ઘેટાં અને આ બકરાંની હાર,
અંગે લગાડી બહુ રંગ છાપ,
જાણ્યા વિના કે શણગાર શાને
ચાલી જતી જોઉં હું કત્લખાને.

આ સુન્દરી ને પશુઓની હાર;
બંને જતી જોઉં હું એક રાહ!