Revision as of 05:43, 3 July 2021 by MeghaBhavsar(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Heading|આખરી યુદ્ધ| સુરેશ જોષી}} <poem> મરેલ માનાં સ્તન ચાવી થાક્યું બ...")
મરેલ માનાં સ્તન ચાવી થાક્યું
બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે
શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ.
થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે
આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ;
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ.