ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/અંગિરા ઋષિની વંશાવળિ

From Ekatra Wiki
Revision as of 17:25, 24 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અંગિરા ઋષિની વંશાવળિ

બ્રહ્માના ત્રીજા પુત્ર અંગિરા. તેમની પત્ની અપવસુતા. તેમના પુત્રો બૃહજ્જ્યોતિ, બૃહત્કીતિર્, બૃહદ્(બ્રહ્મા), બૃહન્મના, બૃહત્મજા, બૃહત્ભાસ અને બૃહસ્પતિ. આ ઉપરાંત ભાનુમતિ નામની અંગિરાની પહેલી પુત્રી. અંગિરાની બીજી પુત્રીનું નામ રાગા, તે જગતના બધા જીવો પ્રત્યે પ્રેમ રાખતી હતી એટલે તેનું નામ રાગા. અંગિરાની ત્રીજી પુત્રી સિનીવાલી. તે બહુ સૂક્ષ્મ હતી. એટલે દેખાય પણ ખરી અને ન પણ દેખાય. પોતાનાં કિરણોથી બધાને જોનારી ચોથી કન્યાનું નામ અચિષ્મિતી. જેમાં યજ્ઞની આહુતિ મેળવીને દેવતાઓ પ્રસન્ન થઈ ઊઠે છે તે પાંચમી કન્યા હવિષ્મતી, દીપ્તિવાળા બધા યજ્ઞોમાં મહાબુિદ્ધશાળી આ છે, આઠમી પુત્રી કુહૂ; તેનામાં ચંદ્રમાનો સહેજેય અંશ નથી અને તેને જોઈને જગતના લોકો બહુ અચરજ પામે છે.

બૃહસ્પતિની પત્ની ચાન્દ્રમસી, તેણે છ પવિત્ર અગ્નિને અને એક પુત્રીને જન્મ આપ્યો. યજ્ઞોની આહુતિમાં તે અગ્નિનું નામ પહેલું લેવાય છે તે છે શંયુ, તે બૃહસ્પતિનો પુત્ર, ચાતુર્માસ્યતા અને અશ્વમેધના અશ્વમાં જેને નિમિત્તે પશુનો બલિ ચઢાવાય છે, તે જે શંયુની પ્રજ્વલિત જ્વાળાઓવાળો છે તે મહા શક્તિશાળી છે, નામ સત્યા, દીપ્ત અગ્નિ તેનો પુત્ર. આ ઉપરાંત ત્રણ ઉત્તમ વ્રત કરનારી કન્યાઓ જન્મી.

જે અગ્નિ યજ્ઞોમાં પહેલો પૂજાય છે તેના પહેલા પુત્રનું નામ ભરદ્વાજ. જે બધા પૂર્ણમાસના યજ્ઞોમાં સુવાથી આહુતિ મેળવે છે તે અગ્નિનું નામ ભરત; તે શંયુનો બીજો પુત્ર; તેની પણ ત્રણ કન્યા; ભરતને ભરત નામનો પુત્ર અને ભરતી નામની કન્યા છે. ભરત નામના અગ્નિનો પુત્ર પાવક, તે વધુ પૂજ્ય હોવાને કારણે મહાન છે; ભરદ્વાજની પત્ની વીરા, વીર નામના અગ્નિની માતા, બ્રાહ્મણ તેમની પૂજા કરે છે. બીજા ચંદ્રની સાથે જે પૂનમ છે તેનું નામ વીરસંજ્ઞક; તેના બીજાં નામ રથપ્રભુ, રથધ્વાન અને કુંભરેતા.

ભરદ્વાજ પુત્રની પત્ની સરયુ, તેના પુત્રનું નામ સિદ્ધિ; તેણે પોતાના તેજ વડે સૂર્યને ઢાંકી દીધો હતો. નિશ્ચયવન નામનો અગ્નિ કદી તેજ, યશ, લક્ષ્મી ખોતો નથી. તે માત્ર પૃથ્વીની જ સ્તુતિ કર્યા કરે છે. વિમાપ નામનો અગ્નિ તેનો પુત્ર છે. તે બધાં પાપ વગરનો, દોષ વગરનો, પવિત્ર છે અને સમય પ્રમાણે ધર્મ આચરે છે. અગ્નિ રુદન કરતાં પ્રાણીઓને દુઃખમાંથી મુકત કરે છે. તે અગ્નિનું નામ નિષ્કૃતિ છે, તે સદા શોભા ધરાવે છે.

જેની પીડાથી લોકો ઊંહકારા ભરે છે. તે અગ્નિનું નામ સ્વન છે, તેનાથી બધા રોગ ઉત્પન્ન થાય છે; વિશ્વજિત નામનો અગ્નિ જગતના બધા પુરુષોની બુદ્ધિને પોતાના શરીરમાં વસાવે છે, એનાથી ભોજન પચી જાય છે. આ અગ્નિથી બ્રહ્મચારી, વ્રતનિષ્ઠ બ્રાહ્મણો જેની પૂજા કરે છે, તેની પત્ની પવિત્ર ગોમતિ નદી છે, બધા લોકો કર્મ કરે છે. વડવાગ્નિ નામનો પરમ દારુણ અગ્નિ છે, તે સમુદ્રને પી જાય છે. જે પ્રાણ નામનો અગ્નિ ઉપર જાય છે, વિદ્વાનોએ તેનું નામ ઊર્ધ્વભાક્ રાખ્યું છે. સ્વિષ્ટકૃત નામનો અગ્નિ નિમિત્તે ક્રોધ રૂપે વસે છે, ક્રોધી પુરુષોનાં પ્રસ્વેદ રૂપે વહે છે; આ અગ્નિથી મન્યતી નામની દેવતાઓએ સ્વર્ગમાં જેના રૂપ જેવું બીજા કોઈનું રૂપ નથી, તે અનુપમ છે, દેવતાઓએ એનું નામ કામ રાખ્યું છે. અમોઘ નામનો અગ્નિ રથ પર ચઢીને, માલા ગળામાં પહેરીને, ધનુષ રાખીને તથા મનમાં ક્રોધ રાખીને યુદ્ધમાં બધા શત્રુઓનો વિનાશ કરે છે તેનું નામ અમોઘ છે. ઉકથ નામના અગ્નિની સ્તુતિ ત્રણ પદ વડે થાય છે, તેમાંથી મહાવાક્ ઉત્પન્ન થાય છે અને તેને કામાશ્વ પણ કહે છે.

કશ્યપના પુત્ર કાશ્યપ, વસિષ્ઠના પુત્ર વાસિષ્ઠ, પ્રાણના પુત્ર પ્રાણ અંગિરાના પુત્ર ચ્યવન અને ત્રિવર્ચા — આ પાંચ અગ્નિ. આ પાંચેએ પુત્ર માટે કેટલાંય વર્ષો સુધી તપ કર્યું. તેમને પોતાના જેવો ધામિર્ક તથા બ્રહ્મા જેવો યશસ્વી પુત્ર જોઈતો હતો. તેમણે બ્રહ્માનું ધ્યાન ધર્યું. ત્યારે પાંચ વર્ણવાળું એક તેજ ઉત્પન્ન થયું. તેનું માથું પ્રજ્વલિત અગ્નિ જેવું, હાથ સૂર્ય જેવા, ત્વચા-નેત્ર સુવર્ણ જેવા અને તેની સાથળ કાળી. તે પાંચે અગ્નિએ આ બાળકને પાંચ રંગનો બનાવ્યો, એટલે તેનું નામ પાંચજન્ય, તેનાથી પાંચ વંશ ચાલ્યા. આ તપસ્વીએ દસ હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું, પોતાના પિતૃઓ માટે પ્રજા ઉત્પન્ન કરનારે પોતાના તપથી ઘોર અગ્નિ પ્રગટાવ્યો. તેણે પોતાના મસ્તકમાંથી બૃહત્ રથન્તરને, મોંમાંથી તરચા અને હરને, નાભિથી શિવને, બળથી ઇન્દ્ર, પ્રાણથી વાયુને અને અગ્નિને ઉત્પન્ન કર્યા, હાથમાંથી ઉદાત્ત અને અનુદાત્ત સ્વર, મન વગેરે ઇન્દ્રિયો, પાંચ મહાભૂતો ઉત્પન્ન કર્યા. આ બધા પછી પિતૃઓના પાંચ પુત્રો ઉત્પન્ન થયા. બૃહદૂર્જનો પુત્ર પ્રણિધી, કાશ્યપનો પુત્ર બૃહત્તર, અંગિચનો ભાનુ અને વર્ચનો પુત્ર સૌભર. પ્રાણના અનુદાત્ત પાંચ વંશજ પુત્ર તથા યજ્ઞોનો નાશ કરનારા પંદર ઉત્તર દેવ સર્જ્યા. પાંચજન્યના પાંચ પુત્ર અભીમ, અતિભીમ, ભીમ, ભીમબલ, અબલ. એવી જ રીતે સુમિત્ર, મિત્રજ્ઞક્ર મિત્રવર્ધન, મિત્રધર્મા -


(આરણ્યક પર્વ, ૨૦૭થી ૨૧૦)