પરકીયા/યુન્ગ

From Ekatra Wiki
Revision as of 09:24, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુન્ગ| સુરેશ જોષી}} <poem> આ વરસાદ પડે છે તે બસ પડ્યે જ જાય છે! આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


યુન્ગ

સુરેશ જોષી

આ વરસાદ
પડે છે તે બસ પડ્યે જ જાય છે!

આ કલાકના ઘંટા
બજે છે તે બસ બજ્યે જ જાય છે!

બારી બહારની કેળ
ટીપે ટીપે ધ્રૂજે છે;
અંદરનો આ દીવો
રહીને રહીને થરકે છે;

નથી ઘડાતો ઘાટ સપનાંનો,
નથી સળ સરખી કરાતી
વેદનાની કરચલીઓની!

શી રીતે સાંભળી રહેવાય આ વરસાદની ધારાને?
સૂના સૂના ચોકમાં એ તો છેક
સવાર સુધી
ટપક્યે જ જશે
ટીપે
ટીપે
ટીપે
ટીપે.