પરકીયા/એક કાવ્યખણ્ડ

From Ekatra Wiki
Revision as of 10:15, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક કાવ્યખણ્ડ | સુરેશ જોષી}} <poem> માલતી, આ મન તારું નદીના પ્રવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એક કાવ્યખણ્ડ

સુરેશ જોષી

માલતી, આ મન તારું નદીના પ્રવાહ જેવું ચંચલ ઉદ્દામ;
માલતી, હું એના પર લખી જાઉં મારું નામ.
જાણું કે આ પૃથિવીમાં કશું ય ના રહે;
શુક્લકૃષ્ણ બેઉ પાંખ વિસ્તારીને મહાશૂન્યતાએ
કાલ–વિહંગમ ઊડી જાય
અવિશ્રાન્ત વેગે.
પાંખની ઝાપટે એની હોલવાય ઉલ્કાના પ્રદીપ,
લાખ લાખ સૂર્ય તણો જ્યોતિ.
હું છું એ જ વાયુસ્રોતે ખરી ગયા પિચ્છ સમ
આકાશના શૂન્ય નીલે મારાં કાવ્ય લખું અવિરત;
એ આકાશ તે તારું અન્તર,
માલતી, તારા મને મૂકી જાઉં હું મમ સ્વાક્ષર.