– અને ભૌમિતિકા/પ્રતીક્ષા

Revision as of 16:28, 16 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતીક્ષા}} <poem> દૂ...ર દૂ...ર ધૂળથી ધૂંધળી કેડીઓમાં અટવાઈ જાય કોઈ નજર. ઢળતી સાંજનું ફૂલેલ ઓશીકા જેવું નમી પડ્યું છે આથમણું આભ... ખૂંટેથી ચરવા ગયેલ સવાર ઘંટડીઓના રણકારે સાંજને લઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રતીક્ષા

દૂ...ર દૂ...ર
ધૂળથી ધૂંધળી કેડીઓમાં
અટવાઈ જાય
કોઈ નજર.
ઢળતી સાંજનું ફૂલેલ ઓશીકા જેવું
નમી પડ્યું છે
આથમણું આભ...
ખૂંટેથી ચરવા ગયેલ સવાર
ઘંટડીઓના રણકારે
સાંજને લઈ પાછી ફરે ન ફરે
ને ખૂંટાની આસપાસ
સળવળી ઊઠે
સૂકી પળો જેવું ઘાસ,
તુલસીના પાને પાને
સવારનો છંટાયેલ ગુલાલ
ડૂબી રહ્યા સૂરજને ઝંખે
—કે નહિ પ્રગટેલા દીવાની શગને
અંધારું ડંખે.
ધીરે ધીરે રૂપાની નથણી જેવો
નભે ઉપસે ચાંદ
ને પાંપણ પર હેરણાં લેતો
ઢળી પડે
કેસરિયો સમય.

૨૧-૧૦-૧૯૬૮