પ્રત્યંચા/બિન્દુ

Revision as of 06:33, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બિન્દુ| સુરેશ જોષી}} <poem> હું શૂન્યમાં કૈં ન્યાળતો બેઠો હતો,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બિન્દુ

સુરેશ જોષી

હું શૂન્યમાં કૈં ન્યાળતો બેઠો હતો,
ત્યાં અજાણ્યા સ્પર્શથી ચોંકી ઊઠ્યો:
ભૂલું પડેલું બિન્દુ કો’ આષાઢકેરી વૃષ્ટિનું –
પેલા વિયોગી યક્ષની કાન્તાતણું અશ્રુ,
કે સ્વર્ગના કારાગૃહે
આ ધરાને કાજ ઘેલી ઝૂરતી એ ઉર્વશીનું
નાસી છૂટેલું ભોળું કો’ સપનું –
આવી ઝિલાયું મસ્તકે,
ને અજાણ્યા દર્દના સળકે
અંગાંગમાં વ્યાપી ગયો શો કમ્પ,
આ મૂર્ખ હૈયાને વળે શાનો પછી તે જંપ!