પ્રત્યંચા/લાગટ હેલી પછી તડકો
Revision as of 06:36, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાગટ હેલી પછી તડકો| સુરેશ જોષી}} <poem> અસાવધ વિધાતાની ઝોળીમાં...")
લાગટ હેલી પછી તડકો
સુરેશ જોષી
અસાવધ વિધાતાની ઝોળીમાંથી
કોઈકના ભાવિ સુખતણો ખંડ
પડી ગયો મારે આંગણિયે;
શોધાશોધ થશે એની તરત તે જાણું,
તો ય અધઘડી એનો દૃષ્ટિભોગ માણું.