કંદરા/પંજૂરી*

From Ekatra Wiki
Revision as of 00:15, 20 March 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પંજૂરી*[1]


મારે ખભે રમે છે દેવચકલીઓ.
મારી જીભ છે તરબોળ પંજૂરીના સ્વાદથી.
કાન ફાડી નાખે તેવો આરતીનો નાદ છે.
બસ, થોડી જ ક્ષણોમાં એ જન્મવાનો છે.
બાર વાગવામાં ત્રણ જ મિનિટ ઓછી છે.
ફરી કંસના હાથમાંથી
યશોદાની દીકરી સરકી જશે,
અને ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે,
‘તારો કાળ જન્મી ચૂકયો છે!'



  1. *પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ)