વસંત ગૈ રે વીતી! ક્યાં છે કોકિલની કલગીતિ? હિમાદ્રિને હિમહિંડોલે મલયપવન જૈ પોઢ્યો; ડાલડાલ રે અવ નહીં ડોલે, અગનઅંચળો ઓઢ્યો; ક્યાં છે પલાશની ફૂલપ્રીતિ? ઊડે અબીલગુલાલ નહીં, નહીં રંગરંગની ઝારી; નભની નીલનિકુંજ મહીં રે નહીં કેસરની ક્યારી; રે અવ ધૂળે ધૂસર ક્ષિતિ! ૧૯૫૦