અલ્પવિરામ/તડકો
Revision as of 00:51, 26 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''તડકો'''</big></big></center> <poem> તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો! કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો, ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો, અહીં ધરતી પર નક્કર જાણે...")
તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો!
કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશેયે જરીક તો કોઈ અડકો!
જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનનેયે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો?