૩૩ કાવ્યો/ફરવા આવ્યો છું

From Ekatra Wiki
Revision as of 00:47, 28 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''ફરવા આવ્યો છું'''</big></big></center> <poem> હું તો બસ ફરવા આવ્યો છું! હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? અહીં પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા! – રે ચહું ન પાછો ઘેર જવા!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
– રે ચહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું!

૧૯૫૭