અનુનય/વેદના
Jump to navigation
Jump to search
વેદના
પાંખો કપાઈ ગઈ ને
એકબીજાથી આઘા પડી ગયેલા
આ પહાડો
હવે મળી શક્તા નથી;
ભીતરમાં ખળભળતી વાતો
થીજી ગઈ છે પથ્થરિયા મૌનમાં.
ઇન્દ્રના ઉગામેલા વજ્ર હેઠળ
વીંઝાતી વીજળીઓ વચ્ચે
એકલતાનું એક આખું આકાશ
ટચલી આંગળીએ તોળીને
ખડા છે આ પહાડો–
છાનું છપનું
પથ્થરમાંથી પાણી ગળે છે. . . .
૫-૪–’૭૬