તારાપણાના શહેરમાં/એટલું તો ભાન છે

From Ekatra Wiki
Revision as of 01:11, 13 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એટલું તો ભાન છે

આપનું જ ધ્યાન છે
એટલું તો ભાન છે

વાત ચાલતી રહે
હોઠ છે ને કાન છે

હું લથડતો જાઉં છું
શ્વાસ સાવધાન છે

આ અણીની પળ હવે,
કોણ સાવધાન છે?

એ મળ્યા તો સ્વપ્નવત્
એ ગયા તો ભાન છે