તારાપણાના શહેરમાં/સિક્કો ઉછાળીએ

From Ekatra Wiki
Revision as of 02:13, 13 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સિક્કો ઉછાળીએ

હાથોમાં હાથ રાખીએ કે મુઠ્ઠી વાળીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ

પહેલાં સંબંધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
એ તોડવા માટે પછી માથું પછાડીએ

આંખોમાં શૂન્યતાના કૂબાઓ બનાવીએ
એ સહુમાં કોઈ ખાસ સ્વજનને વસાવીએ

સંભાવનાની આવ, અધૂરપ મટાડીએ
એકાંતને સાથે મળી મોઢું બતાવીએ

રેતીમાં નામ લખીએ કે પથ્થર તરાવીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ

* દરેક શેરની પહેલી પંક્તિનો છંદ એક સરખો છે અને બીજી પંક્તિનો છંદ સહેતુક જુદો છે.