તારાપણાના શહેરમાં/ખરાબ નથી

Revision as of 02:35, 14 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ખરાબ નથી

કાંઈ સારું નથી ખરાબ નથી,
આમ પણ જિંદગી ખરાબ નથી

તારે પસ્તાવું હોય તો શું થાય?
લાગણી એટલી ખરાબ નથી

તારાં સ્વપ્નો મને તું કહી ન શકે?
મારા દિવસો હજી ખરાબ નથી

મળવાની ઝંખના સુધી ના જાય,
આ સ્મરણ તો પછી ખરાબ નથી

તું અહીં હોત તો વધુ સારું,
તારી ગેરહાજરી ખરાબ નથી