કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ફૂલે ફૂલે

From Ekatra Wiki
Revision as of 02:04, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૩૦. ફૂલે ફૂલે'''</big></big></center> {{Block center|<poem> એવી અચરજ નજરે પડી {{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. મૂળાધારનો માટીક્યારો, ફૂટ્યો ત્યાંથી વેલફુવારો; ડગતી ધારને અડગ અટંકી સુરતા જોગે જડી. કે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૦. ફૂલે ફૂલે

એવી અચરજ નજરે પડી
કે ફૂલે ફૂલે વેલ ચડી.
મૂળાધારનો માટીક્યારો,
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ડગતી ધારને અડગ અટંકી
સુરતા જોગે જડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
ફૂલે ફૂલે વેલવિસામા,
સૌરભ સરણાં આવે સામાં;
સ્વાગત કાજે અગમ અનાહત
નભનોબત ગગડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
ફૂલ ફૂલને સેરે સાંધે,
સુંદર સોહિલ સેતુ બાંધે;
વલ્લરી વાધે એમ વરસતી
અવિરત ઓજસ ઝડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
હતી માત્ર કાઠાળી વેલી,
બની ફૂલવંતી અલબેલી;
સરોદ, એની મહેક મ્હેકતી
ત્રિભુવન પાર અડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
(સુરતા, પૃ. ૭૨)

(રામરસ, પૃ. ૨૩)