કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ભેદ કરે એ ભૂલે

From Ekatra Wiki
Revision as of 02:17, 31 May 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૨. ભેદ કરે એ ભૂલે

ભેદ કરે એ ભૂલે,
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
એક જ અગનિ જલી રહ્યો છે
ઘર ઘર કેરે ચૂલે.
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.

જેવી લાગુ પડી જાય ચાવી કે
તત્ક્ષણ તાળાં ખૂલે;
ભિન્ન લુહારે ભલે બનાવી,
એને ચરણ ચિત ડૂલે –
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.

અગણિત બાગ બગીચા બ્હેકે
એક જ સરખાં ફૂલે;
મરમી મનડાં મત્ત થઈ એની–
સત સૌરભને મૂલે.–
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.

જાતિ પાંતિના ભેદ ભયાનક
કેમ સરોદ કબૂલે?
જેવી જુએ જ્યોત કે એનું
મન મગન થઈ ઝૂલે.
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.

(સુરતા, પૃ. ૯૦)