કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તિરપિત કરો તમાસા

From Ekatra Wiki
Revision as of 02:26, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૫. તિરપિત કરો તમાસા

ખેલ બનાયા ખાસા,
ઈનમેં હમરા સદાય વાસા,
મનવા, તિરપિત કરો તમાસા.

રંગમંચ ભી ખૂબ બનાયા,
હે અસીમ દરિયા સા;
હોહી શકે નહીં, ઇસ દરિયામેં
તરંગ રહેવે પ્યાસા.
મનવા, તિરપિત કરો તમાસા.

ફૂલ લગાયે યહી મંચ પર,
ફૂલે પરમ સુવાસા;
ખેલ કરન આવે હો જાવે
સોહં સુરભિત સ્વાસા.
મનવા, તિરપિત કરો તમાસા.

કાહે ફિકર કરે રિ મનવા,
હમ ખેલનકે દાસા;
સરોદ ઇનકા, સુરાવલી હે
ઈનકી, ગાયે જાસા.
મનવા, તિરપિત કરો તમાસા.

(સુરતા, પૃ. ૧૦૭)