કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/અંદર છે ઓળખીતું

Revision as of 01:47, 2 June 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૩૬. અંદર છે ઓળખીતું'''</big></big></center> {{Block center|<poem> ઈશ્વરને તમે જાણતા નથી, ન જાણું હું. ઊડા જનાર હંસની આંખોમાં હતું શું. જાણ્યા પછીય જાણવું પડે છે અમારે, ઝાકળને દેખશું કે રવિનું પ્રક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૬. અંદર છે ઓળખીતું

ઈશ્વરને તમે જાણતા નથી, ન જાણું હું.
ઊડા જનાર હંસની આંખોમાં હતું શું.

જાણ્યા પછીય જાણવું પડે છે અમારે,
ઝાકળને દેખશું કે રવિનું પ્રકાશવું?

આકાશ સાથ વૃક્ષને સંબંધ વધુ છે,
ધૂણી નીચે શહેર બીજે તો લીલું હતું.

પથ્થર ઉપર પવનની લખાવટ ઝીણી હતી,
એ વાંચનાર જળ પછી ઝરણું બની ગયું.

હું ગામ નજીક દેરી જોઈ ચાલતો ધીરે,
અંદર છે ઓળખીતું એમ આંખને થતું.
૨૩-૧-૨૦૦૨

(પાદરનાં પંખી, ૩૩)