હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો

From Ekatra Wiki
Revision as of 02:52, 3 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો


મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો
રવિરાજ ને પાંખડીપાટ દિયો

શિરે ઓઢીને મેઘધનુ એ લસે
મને રંગ અભંગ વણાટ દિયો

એ ઊઘડતી લજામણી જેમ ખૂલે
મને પળ પ્રતિપળમાં અફાટ દિયો

એ પલકમાં અલપ એ પલકમાં ઝલપ
મને રાતદિવસનો ઉચાટ દિયો

ન મળે કે મળે એ મળે ન મળે
ઘણી રાહ દિયો ઘણી વાટ દિયો