હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ચારે તરફથી એમ નજરને સમેટશું

Revision as of 14:33, 3 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચારે તરફથી એમ નજરને સમેટશું


ચારે તરફથી એમ નજરને સમેટશું
ના હોય ત્યાં ય એનો કમરબંધ દેખશું

સૂંઘીશું ગાઢ શ્વાસ ભરી એના કેશને
વેણીની જેમ આપણે પણ બહુ મહેકશું

નિખરે છે એના ગૌર વરણથી બધા ય રંગ
એની ગલીમાં મેઘધનુ પર ટહેલશું

લંબાવી હાથ સ્પર્શશું વાદળની કોરને
પાલવ કિનાર સાથ ક્ષિતિજ લગ લહેરશું

છે મૌન એનું પૈઠણી વાણી ય પૈઠણી
શું તાણાવાણા આપણે એના ઉકેલશું