પન્ના નાયકની કવિતા/point of no return

From Ekatra Wiki
Revision as of 03:16, 22 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯. Point of no return

મને ખબર છે
તને ફૂલ ખૂબ ગમે છે
એટલે આજે સવારે
તાજાં જ ઊગેલાં ફૂલ તારે માટે ચૂંટી લાવ્યો
તને જોઈ એ કરમાશે નહીં!

મને ખબર છે
તને પક્ષીઓ બહુ ગમે છે
એટલે આજે સવારે
એક સરસ મજાનું રંગીન પક્ષી તારે માટે શોધી લાવ્યો
પછી એ પક્ષીને રાખવા
અને એનો ટહુકો
આપણી હદની બહાર ન જતો રહે એટલે જ તો
હું ગયો બજારમાં
એક સોનાનું સરસ પાંજરું ખરીદવા...
પાછો આવ્યો ત્યારે તને ખૂબ શોધી
પણ તું ક્યાંય નહોતી...

ફૂલ અને પંખી એકમેકને જોયા કરે છે...!