પન્ના નાયકની કવિતા/એ સ્ત્રી

From Ekatra Wiki
Revision as of 03:20, 22 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૩. એ સ્ત્રી

કહેવાય છે
કે મૃત્યુ સમયે
મનુષ્યની પસાર થયેલી
આખી જિંદગી
નજર સમક્ષ
flashbackની જેમ ખડી થાય છે.
મારી સામે ખડું થતું
એનું એ ચિત્રઃ
એક સ્ત્રી
પાણીમાં ડૂબતી—લગભગ લાશ થઈ ગયેલી—જિંદગીને કિનારે લાવે છે.
એ સ્ત્રી
કવિતા હતી.