અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો

From Ekatra Foundation
Revision as of 11:17, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
સાહ્યબો

રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
         વેલી હું તો લવંગની.

ઊડશું જીવનમાં જોડાજોડ,
         પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
         કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
         મંજરી જેવી વસંતની.

સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
         ઓઢણી ઓઢી ઉમંગની.

(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૦૩)