ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ડૉ. સર જીવનજી જમશેદજી મોદી

From Ekatra Wiki
Revision as of 03:33, 9 September 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ડૉ. સર જીવનજી જમશેદજી મોદી,

શમ્સ ઉલઉલ્મ, બી. એ., પી. એચ. ડી, સી. આઈ. ઇ.

એઓ મૂળ નવસારીના વતની; પણ ઘણાં વર્ષોથી મુંબઈમાં આવી વસેલા છે. એમના પિતાનું નામ જમશેદજી જીવનજી મોદી અને માતાનું નામ આવાંબાઈ, તે રૂસ્તમજી ફરામજી માદનના બેટી છે. એમનો જન્મ સન ૧૮૫૪માં મુંબાઇમાં થયો હતો.

પ્રાથમિક કેળવણી એમણે કાલાબાની શેઠ જીજીભાઈ દાદાભાઈ સ્કુલમાં અને માધ્યમિક ઇંગ્રેજી કેળવણી ફોર્ટની બ્રાન્ચ સ્કુલમાં અને એલ્ફીન્સ્ટન હાઇસ્કુલમાં લીધી હતી. સન ૧૮૭૧માં મેટ્રીક થયા પછી એલ્ફીન્સ્ટન કૉલેજમાં તેઓ ગયલા, જ્યાંથી બી. એ.ની પરીક્ષા (ક) તવારીખ (ખ) પોલીટીકલ ઇકોનોમી અને (ગ) કેમીસ્ટ્રી ફિઝક્સ ઐચ્છિક વિષય લઇને સન ૧૮૭૬માં પાસ કરી હતી.

એમના પ્રિય વિષયો શરૂઆતમાં વાયુચક્ર અને કુદરતી બાબતોનું જ્ઞાન અને પાછળથી પૂર્વભણીનું સાહિત્ય, પુરાણી બાબતો (antiquities), મનુષ્ય જાતિના આચાર વિચાર અને રાહરસ્મ (anthropology) અને જરથોસ્તી ધર્મ વગેરે છે; અને એ સર્વમાં એમણે સારી પ્રતિષ્ઠા અને માન પ્રાપ્ત કરેલાં છે; એટલું જ નહિ પણ એ વિષયો પરનાં એમનાં લખાણ અને અભિપ્રાય પ્રમાણભૂત લેખાય છે.

તેઓ લાંબા સમયથી પારસી પંચાયતના સેક્રેટરીના હોદ્દા પર છે. તેનું કામકાજ એમણે એટલી કાબેલીયત અને કાર્યદક્ષતાથી કરેલું છે કે તેમના પ્રયાસના પરિણામે એ સંસ્થા અઢળક મિલ્કતવાળી થયેલી છે; અને એમની એ કિંમતી સેવાની તારીફ, હમણાંજ તા. ૬ઠ્ઠી એપ્રિલે (૧૯૩૦) એમના સન્માનાર્થ મુંબાઈમાં એક મોટો જાહેર મેળાવડો કરવામાં આવ્યો હતો ત્યારે કોમના મોટા અગ્રેસર અને જાણીતા ગૃહસ્થોએ પ્રશંસાભર્યા સુંદર શબ્દોમાં, કોમના સંતોષ, આભાર અને માનની લાગણી પ્રદર્શિત કરી હતી.

જરથોસ્તી ધર્મનું એમનું જ્ઞાન અગાધ અને ઝીણું છે અને તે વિષે સંખ્યાબંધ લેખો, વ્યાખ્યાનો, નિબંધો અને ગ્રંથો એમણે લખેલાં છે.

એજ પ્રમાણે કુલે ૧૦૬) Anthropological વિષયો પર છે. એમના તે લેખોનાં ચાર પુસ્તકો પ્રગટ થયેલાં છે; અને પાંચમું પ્રગટ થાય છે અને એ સંસ્થાના–Bombay Anthropological societyના–આસરે ૩૦ વર્ષો સુધી તેઓ ઑનરરી સેક્રેટરી હતા. એ અરસામાં બે વખત તેના પ્રમુખ નિમાયા હતા. બોંબે બ્રાંચ ઓફ રોયલ એશીઆટીક સોસાઇટીના આસરે ૧૭ વર્ષ ઉપ–પ્રમુખ રહ્યા હતા અને હાલ બે વર્ષ થયાં પ્રમુખ છે. એ સોસાઇટી સમક્ષ આશરે ૫૦) વિષયો વાંચ્યા છે, જે ચાર પુસ્તકોમાં પ્રગટ થયાં છે.

ઇરાનની તવારિખનો પણ એમણે સારો અભ્યાસ કરેલો છે. યુરોપ, એશિયા, આફ્રીકા અને તેમાં હિંદુસ્તાન, બરમા, ફ્રેંચ ચાએના, ચીન અને જાપાનના જૂદા જૂદા ભાગોની અનેક વાર લાંબી મુસાફરીઓ કરેલી છે; અને ત્યાંથી જાતમાહિતી મેળવેલી છે, એ જેમ માનસ્પદ તેમ મગરૂરી લેવા જેવી બીના છે. છેલ્લી ૧૯૨૫માં કરેલી યુરોપ, આફ્રીકા અને એશિયા–અને તેમાં રશીઆ અને ઇરાનની મુસાફરીનું વર્ણન એક પુસ્તકમાં પ્રગટ કર્યું છે.

એઓ પ્રસ્તુત વિષયોમાં એટલા પારંગત થયલા છે; એમણે એટલી બધી વિદ્વત્તા અને જ્ઞાન પ્રાપ્ત કરેલાં છે કે પૌર્વાત્ય વિષયોના અભ્યાસ કરનારી, યુરોપની જૂદી જૂદી જાણીતી મંડળીઓએ, એમને પોતાની સંસ્થાના ઑનરરી સભાસદ નીમીને અપૂર્વ માન આપ્યું છે તેમજ માન ભરી પદવીઓ બક્ષેલી છે, એ બધું એક હિન્દી વિદ્વાન માટે ખરે, અભિનંદનીય કહેવાય.

સ્વ ખરશેદજી રૂસ્તમજી કામા પછી જરથોસ્તી અને ઇરાનિયન વિષયોમાં કોઈએ ઉંચું માનભર્યું સ્થાન મેળવ્યું હોય તો તે એઓ જ છે. હિન્દના વિદ્વાન વર્ગે એમને ચોથી ઓરિયંટલ કોન્ફરન્સ સન ૧૯૨૬માં અલ્હાબાદમાં મળેલી તેના પ્રમુખ નીમી, એમના પ્રત્યેનો પોતાનો સદ્ભાવ અને માનની લાગણી પ્રદર્શિત કર્યા હતા.

તેઓ ઉપર જણાવ્યું તેમ મુંબાઇ એશિયાટિક સોસાઇટીના પ્રમુખ છે; અને બીજી ઘણી સંસ્થાઓ સાથે નિકટ જોડાયેલા છે. કામા ઓરિયંટલ ઇન્સ્ટીટયુટની કૃતિમાં એમનો મોટો હાથ રહેલો છે.

એમના ગ્રંથોની ટીપ માત્ર જોવાથી એમની પ્રવૃતિ કેટલી વિશાળ અને વિધવિધ છે, તે સમજાશે.

એમના મિત્રો, પ્રશંસકો અને વિદ્વદ વર્ગ તરફથી એમની સેવાની કદર સનાશીનો એક સ્મારક ગ્રંથ ચાલુ માસમાં (એપ્રિલ ૧૯૩૦) અર્પણ કરવામાં આવ્યો છે, એ પુરવાર કરે છે કે એમના અભ્યાસ, જ્ઞાન અને વિદ્વત્તાથી તેમજ કોમની ઉત્તમ સેવા કરીને, સૌનો કેવો અને કેટલો બધો ચાહ અને માન તેમણે સંપાદન કર્યો છે.

વિશેષમાં ચાલુ જુન માસમાં શહેનશાહના જન્મ દિવસે માનચાંદની યાદી પ્રકટ થઇ, તેમાં એઓને નાઇટનો માનવંતો ઇલ્કાબ એનાયત થયો છે એ પણ ખુશી થવા જેવો બનાવ છે.

એમના ગ્રંથોની યાદીઃ

ગુજરાતી.
વાયુચક્ર શાસ્ત્ર સન ૧૮૮૩
જમશેદ, હોમ અને આતશ ”  ૧૮૮૪
અવસ્તા જમાનાનું એકરારનામું ”  ૧૮૮૬
અવસ્તા જમાનાની ઘરસંસારી જિંદગી ”  ૧૮૮૭
ભૂગોળ અને એકરારનામું ”  ૧૮૮૭
અવસ્તા જમાનાની ઘરસંસારી બાબદ ”  ૧૮૮૬
અનાહીત અને ફરોહર ”  ૧૮૮૭
ભવિષ્યની જિંદગી અથવા આત્માનું અમરપણું ”  ૧૮૮૯
અવસ્તાની ભૂગોળ ”  ૧૮૮૯
આદરગુશસ્પ ”  ૧૮૯૩
શાહ જમશેદ અને જમશેદી નરોઝ ” 
એક અસલી ઇરાની બાનુ અને તેણીનો સંસાર ” 
કદીમ ઈરાનીઓમાં બાળકની કેળવણી ” 
મેહેર અને જશને મેહરગાંન ”  ૧૮૮૯
અવસ્તાના વિશેષ નામોની ફરહંગ ”  ૧૮૯૨
ઈરાની વિષયો ભા. ૧ લો ”  ૧૮૯૪
ભા. ૨ જો ”  ૧૯૦૦
ભા. ૩ જો ”  ૧૯૦૨
મોત ઉપર વાએજ (૧૨૭૧ ય. મ.) ”  ૧૯૦૨
શાહનામું, મીનો ચેહેરના રાજ્ય સુધી ”  ૧૯૦૪
શાહનામું અને ફીરદોસી ”  ૧૮૯૭
રૂસ્તમનામું ” 
જ્ઞાનપ્રસારક વિષયો ભા. ૧ લો ”  ૧૮૯૮
ભા. ૨ જો ”  ૧૯૦૬
ભા. ૩ જો ”  ૧૯૧૭
ભા. ૪ થો ”  ૧૯૨૦
ઇરાનનું પેશદાદીઆન વંશ ”  ૧૯૧૪
ઇરાનનું કેયાનીઅન વંશ ”  ૧૯૧૫
જરસ્તી ધર્મ સંબંધી ભાષણો અને વાએજો ભા. ૧ લો ”  ૧૯૦૨
ભા. ૨ જો ”  ૧૯૦૫
ભા. ૩ જો ”  ૧૯૦૭
ભા. ૪ થો ”  ૧૯૦૯
ભા. ૫ મો ”  ૧૯૧૨
ભા. ૬ ઠ્ઠો ”  ૧૯૧૯
બુનદેહેશ (પહેલવી ભાષામાંથી તરજુમો) ”  ૧૯૦૧
કદીમ ઇરાનીઓ, હીરોડોટ્સ અને સ્ટ્રેબો મુજબ, અવસ્તા
અને બીજા પારસી પુસ્તકોની સરખામણી સાથે ”  ૧૯૦૪
શાહનામાના દાસ્તાનો ભા. ૧ લો ”  ૧૯૦૬
ભા. ૨ ”  ૧૯૦૭
શાહનામાની સુંદરીઓ ”  ૧૯૦૮
મારી મુંબાઇ બાહારની સેહેલ ”  ૧૯૨૬
અર્દવીસૂર અનાહીત. ”  ૧૮૮૭
મુકતાદના દિવસે કેટલા છે? તે બાબેની પેહેલવી, પાજંદ,
ફારસી વગેરે પુસ્તકોના આધારે તપાસ. ”  ૧૯૦૮
મુંબઈના પારસી ધર્મ ખાતાંઓ ”  ૧૯૧૦
જરથોસ્તી ધર્મ સંબંધી કેળવણી આપનારી અને જ્ઞાન ફેલાવનારી
મંડળી હસ્તક પ્રગટ કરેલાં પુસ્તકો.
જરથોસ્તી ધર્મ સંબંધી પ્રશ્નોત્તર. ”  ૧૯૦૭
જરથોસ્તી ધર્મની તવારીખ. ”  ૧૯૧૦
જરથોસ્તી ધર્મનાં કામો અને ક્રિયાઓ. ”  ૧૯૧૧
પુરાતન ઇરાનનો ઇતિહાસ ભા. ૧ લો ”  ૧૯૧૬

ઇંગ્રેજી

The Religious ceremonies and customs of the
Parsees. ”  ૧૯૨૩
The Religious System of the Parsees. ”  ૧૮૯૩
A Catechism of the Zorostrian Religion. ”  ૧૯૧૧
The Naojote ceremony of the Parsees. ”  ૧૯૧૪
(2nd Edition)
The Marriage ceremony of the Parsees. ”  ૧૯૧૦
Marriage customs among the Parsees, their
comparison with similar customs of other Nations. ”  ૧૯૦૦
Funeral Ceremonies of the Parsis. ”  ૧૯૦૫
The Parsees at the Court of Akbar and Dastur
Meherji Rana. ”  ૧૯૦૩
Aiyadgar-i Zariran, Shatroiha-i Airan va
Afdya va Sahigiya-i-Seistan (ત્રણ પેહેલવી
પુસ્તકોનો અંગ્રેજી અને ગુજરાતીમાં તરજુમો) ”  ૧૮૯૯
Jamaspi (પેહેલવીમાંથી તરજુમો) ”  ૧૯૦૩
Asiatic Papers, Parts I ”  ૧૯૦૫
Part II ”  ૧૯૧૭
Part III ”  ૧૯૨૭
Part IV ”  ૧૯૨૯
Anthropological Papers, Part I ”  ૧૯૧૧
Part II ”  ૧૯૧૮
Part III ”  ૧૯૨૪
Part IV ”  ૧૯૨૯
Masonic Papers. ”  ૧૯૧૩
Dante Papers. ”  ૧૯૧૪
Memorial Papers. ”  ૧૯૨૨
Dastur Bahman Kaikobad and the Kisseh-i-
Sanjan. ”  ૧૯૧૭
Cama Oriental Institute Papers. ”  ૧૯૨૮
Persian Farziat Nameh and Kholase-i-Din of T
Dastur Darab Pahala. ”  ૧૯૨૪
Anquetil Dau Perron and Dastur Darab. ”  ૧૯૧૬
Moral Extracts from Zorostrian Books. ”  ૧૯૧૪
A few events in the Early History of the Parsees
and their Dates. ”  ૧૯૦૫
A Glimpse into the work of the Bombay Branch
Royal Asiatic Society during the last 100
years, from a Parsee point of view. ”  ૧૯૦૫
A Glimpse into the Work of the Jarthoshti
Dinnikhal karnari Mandla. ”  ૧૯૨૨
Education among the Ancient Iranians. ”  ૧૯૦૫

ફ્રેંચ ભાષામાં લખેલા વિષયો

Impressions d'un Parsi Sur La Ville De Paris.
La Visite d'un Parsi a La Ville De Constantinople. ”  ૧૯૦૪
La ceremonie Du Naojote Parmi les Parsis. ”  ૧૮૯૬

એડીટ કરેલાં પુસ્તકો

K. R. Cama Memorial Volume. ”  ૧૯૦૦
The Pahlavi Madigan-i-Hazar Dadistan. ”  ૧૯૦૧
K. R. Cama Masonic Jubilee Volume. ”  “ ૧૯૦૭
Spiegel Memorial Volume. ”  ૧૯૦૮
Sir J. J. Madressa Jubilee Volume. ”  ૧૯૧૪
મુંબઈની પારસી પંચાએતની તવારીખ (બે વોલ્યુમો). ”  ૧૯૩૦