અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/ઓ ન્યૂયૉર્ક!

From Ekatra Wiki
Revision as of 04:45, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


ઓ ન્યૂયૉર્ક!

ચંદ્રવદન મહેતા

ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!
બૉટલ ઑફ સ્કૉચ; કોનિયાગ્ ઍન્ડ ગ્રીક,
મારટિની ડ્રાઈ – (અહીં જરા ઊંચે સ્વરે હવેની
લીટી બોલો  :)
                  વિથ આઇસ ઇફ યુ ટ્રાઇ;
વિથ મૅક્સિન રમ, ઍન્ડ બૂરેબોન ઑન રૉક,
લાખ લાખ એ બૉટલના ઊઘડતા કૉર્ક,
ક્યાં ઇંગ્લૅન્ડનું સૉસ નાનકડું અસલનું યૉર્ક!
એના ચિપ્સ ઍન્ડ ધ ફિશ ઍન્ડ ધ સૉસ ઍન્ડ ધ ફોક
અને પૂર્વમાં પાંગર્યું આ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!
                  ‘ઓ ન્યૂઉઉઉ યૉર્ક!’
રસ્તા પર દેખ બે તો રેસ્ટોરેં ટેર,
ઓપન એર ચાહીએ તો, અહીં ઓપન ઍર,
લિફ્ટ ઉપર લિફ્ટ ઉપર ચલે જાઓ કહાં;
મિલી તો ઠીક, નહીં તો માની લ્યો વહાં
ઓપન એર ન્યૂયૉર્ક મેં ખરીદીની સહી,
ખરીદી કરતે ભી, એર મિલી નહીં!
ભૂગર્ભમાં ઊતરો તો હોટલના બાર,
બૉટલની મિજલસના વિવિધ આકાર,
ફૂદડીમાં ફરતી છે બેઠકની હાર,
અડધિયા ચન્દરનો અર્ધ ગોલાકાર.
ઉભડકિયા બેઠક પર ગઠિયા અનેક
કેન્સાસ ને ટેક્સાસના રાક્ષસી શેક,
વચગાળે એકેકની પડખે છે નાર,
પુરુષના ખભ્ભાનો એને આધાર.
નાનકડા ગ્લાસ મહીં ચળકે છે પ્યૉર.
નાજુક છે હાથ મહીં ચળકે લિકયૉર.
પિયે જા પિયે જા જામ ઉપર જામ,
પીવાને શણગાર્યાં કંઈક આવાં ધામ
એવી છે રંગત અને એવા છે શોખ,
ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, તું એક જ ન્યૂયૉર્ક!
ઝેઝ કહો, ઝાઝ કહો, એક હી હૈ બાત,
સંગતમાં ગીત ભળે ખોખરાયલો સાદ,
ઝાંઝ ઉપર પડઘમની ડ્રમડ્રમની ભીંસ,
ઝણઝણતા તાલ ઉપર સરગમની ચીસ,
ઝાંઝ ઉપર ઝાંઝ લયે, ઝમ, ઝમ, ઝમ,
હો હો હો, હા હા હા, એક સરીગમ.
ગીત કિયું, થાટ કિયો, મૂકોને લપ,
લક્કડની ટપટપી કરે ટપાટપ.
એકેકી ઍવન્યૂ ને આડી છે સ્ટ્રીટ,
સિદ્ધપુરના બ્રાહ્મણોની રસોડા રીત,
ઇટાલિયન અસ્પાનિયા મેક્સિકન જાત,
ક્યાંક વળી કોક મળે અમેરિકન ભાત,
રેસ્ટોરે રેસ્ટોરે ભભકભર્યા બાર,
બેઠા ભલે ખાઓ; ગમે ઊભી લંગાર
હારલેમ કે ટાઉન ટાઉન દુનિયાની ચીઝ
માનવની જાત મહીં અવળી હિપીઝ
રુદ્રાક્ષની માળા ફરે, ધંધો વિશાળ –
‘હરે કૃષ્ણ’ ધૂન કરે, નહીં કો જંજાળ,
એલ.એસ.ડી. અંગ ભરી ગાંજો ચરસ
હરિ હરિ નામ જપે છીપે તરસ.
પિયો જી પિયો જી હરિનામ-રસ
વૈકુંઠ ક્યા જાના યે અહીં મૂલાધાર,
વહાલું છે વ્રજ મને મીઠો સહચાર,
મોજ કહો, ન કહો, લવનું બજાર,
અનીતિ કે નીતિનો કોઈ ન પૂછે સાર
આઈ લાઇક યુ ઍન્ડ આઇ લવ યુ
                  ઓ બૉટલ ઍન્ડ કૉર્ક!
ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક.
                  તું એક જ ન્યૂયૉર્ક!
હે હો ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, વાહ ન્યૂયૉર્ક સિટી!
નદીઓએ મૅનહટન લીધું વીંટી.
[એમાં] મિનાર પર મિનાર પર ઊંચાં ઊંચાં ઘર
દિવસમાં સૂરજ ને શહેર થકી પર
રાખીને કિરણને અળગાં અધ્ધર,
[જેમ] સૂરજને ગ્રસે છે રાહુ ઉપર,
એમ રાહુગણ જેવા આ થર ઉપર થર,
માળ ઉપર માળ ઉપર માળ ઉપર માળ
આડીઅવળી ભોંય ઉપર રસ્તાની જાળ
ભોંય ઉપર, ભોંય નીચે, નદીઓની પાર
વકરાતી કતરાતી લાગી કેવી કતાર
ટ્રેન નહીં તો બસ, નહીં તો મોટરની હાર
એક ઉપર એક નહીં તો પાછળ લંગાર
રસ્તા ઉપર દદડતી ભભકની ધાર
આગળ છે ધોળા, જો દીપકની માળ
સરકતી મરકતી મોટરની ચાલ
ટ્રેનોના ડબ્બામાં મોટરની હાર
ચારેકોર જુઓ તો કાર તણો ભાર
રસ્તો છે પહોળો પણ મોટર ન માય
મોટર જ્યાં ચાલે ત્યાં માનવ ક્યાં જાય!
માનવના કરતૂકે શોધ્યો આ ખેલ,
મોટર ઓ મોટર – આ મોટરની રેલ,
એક ચલી, એક વળી, સૌ ફરી, સૌ સરી,
એક ફરી સૌ ફરી; મંદીલી જાય જરી
હાઇવે પર માઈલો પર માઈલો ફરી જાય
વાયુ ને વીજ બેને મોટર આંટી ખાય!
ઊંટ જેવી ડોક નહીં, પીઠ મહીં પોલ
લાલ ઊભા પંપ પાસે પીએ પેટ્રોલ.
કાંટાળી આંખ ઉપર લખ્યાં માપતોલ
ભાઈ પીએ કોલા, તો બાઈ કરે કૉલ!
ડૂંડાળા પેટ પાછળ નાક નળી બહાર
ઉનાળા શ્વાસ કાઢે, ન અટકે લગાર
શ્વાસ ઉપર શ્વાસ ચઢે, કાળોટિયા થર
એથી ઘણાં ઘર મહીં માળિયાં અંદર
શહેર તણાં ફેફસાંમાં કૅન્સરનાં દર!
એમાંથી જીવ સરી માનવ અંતર
સરકીને સર કરે હાડકાંમાં ઘર
એથી તો થૅંક ગૉડ! ચાલુ છે આજ
કેન્દ્રોની હારમાળા, સંશોધન કાજ
એક દી એ કરશે આ કૅન્સરને સર
કહે છે એવો છે – ઍટ લીસ્ટ – ઈશ્વરને ડર
ઓ ન્યૂયૉર્ક! ન્યૂયૉર્ક, તું ન્યૂયૉર્કનું અલબેલું શહેર
ઈશ્વરની તારા પર છે ડૉલરની મહેર!