ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી-‘પારાશર્ય'

From Ekatra Wiki
Revision as of 16:57, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી-‘પારાશર્ય’

એમનો જન્મ સં.૧૯૭૦ના મહા વદ ૨ ને ગુરુવાર તા. ૧૧મી ફેબ્રુઆરી ૧૯૧૪ના રોજ મોરબીમાં અહિચ્છત્ર (પ્રશ્નોરા) નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેઓ મૂળ કોટડા સાંગાણીના વતની. એમના પિતાનું નામ વિજયશંકર કાનજીભાઈ પટ્ટણી અને માતાનું નામ શાન્તાલક્ષ્મી ચકુભાઈ મૂળાણી. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી અને રાજકોટમાં તથા માધ્યમિક રાજકોટમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ભાવનગર ગયા. હજી તેઓ અભ્યાસ કરે છે પિતાનો કાવ્યપ્રેમ એમનામાં ઊતર્યો છે અને પિતાની તથા સ્વ. પ્રભાશંકર પટ્ટણી અને ગાંધીજીની અસર એમના જીવનઘડતર ઉપર પડી છે. તત્ત્વજ્ઞાન, શિક્ષણ, ઇતિહાસ અને કાવ્યસાહિત્ય એમના અભ્યાસના વિષયો છે. ઈ.સ.૧૯૩૧માં જામનગરમાં શ્રી નિર્મળાલક્ષ્મી લક્ષ્મીશંકર વૈદ્ય જોડે એમનું લગ્ન થયું. એમને બે પુત્રીઓ તથા એક પુત્ર છે. એમની કૃતિઓઃ “અર્ચન (કાવ્યસંચદ-શ્રી પ્રબોધ સાથે સહપ્રકાશન) ૧૯૩૮ “સંસ્કૃતિ” (કાવ્યસંગ્રહ) ૧૯૪૧

***