રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય

From Ekatra Wiki
Revision as of 01:37, 26 October 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સર્જક-પરિચય}} {{Poem2Open}} ડૉ. ચન્દ્રકાન્ત ત્રિકમલાલ શેઠ (જન્મ : ૧૯૩૮) હાલ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના રીડર તરીકે કાર્ય કરે છે. તેમને કવિતા માટે ૧૯૬૪નો કુમાર ચંદ્રક એનાયત થયો હતો....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સર્જક-પરિચય

ડૉ. ચન્દ્રકાન્ત ત્રિકમલાલ શેઠ (જન્મ : ૧૯૩૮) હાલ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના રીડર તરીકે કાર્ય કરે છે. તેમને કવિતા માટે ૧૯૬૪નો કુમાર ચંદ્રક એનાયત થયો હતો. ‘પવન રૂપેરી’ અને ‘ઊઘડતી દીવાલો’ એ બે કાવ્યસંગ્રહોને અને ‘સ્વપ્નપિંજર’ નાટ્યસંગ્રહને ગુજરાત સરકારનાં પારિતોષિકો મળ્યાં હતાં. ‘કાવ્યપ્રત્યક્ષ’ અને ‘અર્થાન્તર’ એમ બે વિવેચન-સંગ્રહો પણ તેમણે પ્રગટ કર્યા છે. ‘નંદ સામવેદી’ના તખલ્લુસથી તેમણે લખેલા અંગત નિબંધો તથા બાલકાવ્યો હવે પછી પ્રગટ થશે. આ ઉપરાંત અનુવાદ-સંપાદનક્ષેત્રે પણ તેમણે કાર્ય કર્યું છે. તાજેતરમાં ‘ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક’ એ વિષય પર મહાનિબંધ લખી ગુજરાત વિદ્યાપીઠની ‘વિદ્યાવાચસ્પતિ’ની પદવી તેમણે મેળવી છે. આવા સહૃદય કવિ-વિવેચકે રામનારાયણ વિ. પાઠક જેવા ગાંધીયુગના સાહિત્યગુરુની બહુમુખી પ્રતિભાનું જે નિઃશેષ નિરૂપણ આ લઘુગ્રંથમાં કર્યું છે તે સૌ સાહિત્યરસિકોને સંતર્પક અને રોચક નીવડશે.