અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લૂ, જરી તું -
Revision as of 07:04, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
લૂ, જરી તું -
ઉમાશંકર જોશી
લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીવરો દુભાય!
પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં જે જંપી,
એકલી અહીં કે રહી પ્રિયતમને ઝંખી,
લૂ, જરી તું...
ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, નફૂલહૈયે સમાયા,
લૂ, જરી તું...
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વાત,
કે મારો મોગરો વિલાય.