કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/નિકટ નહીં ઘનશ્યામ

Revision as of 01:17, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. નિકટ નહીં ઘનશ્યામ}} {{Block center|<poem> આ દિવસ ઢળ્યો ને સાંજ પડી ને રાત થઈ સૂમસામ; પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ! {{gap|3em}}આ કદમ્બ ઊભા રહી શકે : {{gap|3em}}આ જમુનાજલ તો વહી શકે. આ ખાલી ગાગર ઝ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૩. નિકટ નહીં ઘનશ્યામ

આ દિવસ ઢળ્યો ને સાંજ પડી ને રાત થઈ સૂમસામ;
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!

આ કદમ્બ ઊભા રહી શકે :
આ જમુનાજલ તો વહી શકે.
આ ખાલી ગાગર ઝૂરે : કાંઠા ઊભા રહ્યા નિષ્કામ :
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!

અંધકારને અંગે ઓઢી.
ફૂલ-પાનની પાંપણ પોઢી.
પણ આ નયણાં નીંદવિહોણાં રટે પિયા તવ નામ;
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!

૧૯૬૪(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૫)