કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/એકલો દરિયો

From Ekatra Wiki
Revision as of 01:38, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. એકલો દરિયો}} {{Block center|<poem> આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો; મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો! {{gap}}બપોરના સૂરજમાં એની એકલતા અમળાય {{gap}}અને રાતના અંધારું થઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૯. એકલો દરિયો

આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો!

બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો!
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો!

પંખીની છાયામાં દરિયો કણસે ખારુંખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો!
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો!

૧૯૬૮(કાવ્યસૃષ્ટિ, પૃ. ૮૭-૮૮)