કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/સાંજ થાય ને –
Revision as of 02:04, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. સાંજ થાય ને —}} {{Block center|<poem> દિવસ ઊગે તે સૌને માટે : રાત ઊગે તે તારી; બંધ સમયનાં દ્વાર અને આ ક્ષણની ખૂલે બારી! સાંજ થાય ને અજવાળું આ {{gap}}વહેતા જળની જેમ પલકમાં સરતું; અહો! હવામાં હળવ...")
૨૩. સાંજ થાય ને —
દિવસ ઊગે તે સૌને માટે : રાત ઊગે તે તારી;
બંધ સમયનાં દ્વાર અને આ ક્ષણની ખૂલે બારી!
સાંજ થાય ને અજવાળું આ
વહેતા જળની જેમ પલકમાં સરતું;
અહો! હવામાં હળવે હળવે
તારું વદન ઊઘડતું
એક જ તારું સ્મિત અને હું સાંજ લઉં શણગારી :
બંધ સમયનાં દ્વાર અને આ ક્ષણની ખૂલે બારી!
શ્યામલ તારા કેશ સમા અંધારે ઝૂલે
નભની અનંત માયા;
અહો! સ્પર્શમાં મ્હોરે છે અહીં
સૌરભના પડછાયા.
વનવનનાં આ ફૂલપર્ણ પર વસંત આ અણધારી :
બંધ સમયનાં દ્વાર અને આ ક્ષણની ખૂલે બારી.
૧૯૬૮(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૦૭)