કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/અમને તડકો આપો

From Ekatra Wiki
Revision as of 02:40, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. અમને તડકો આપો}} {{Block center|<poem> કાળા કાળા અંધકારની સડકો પાડે સાદ : {{gap|9em}}અમને તડકો આપો; અમે કાચબા જેવા : અમને સસલાં આવે યાદ : {{gap|9em}}અમને તડકો આપો! {{gap|7em}}તડકો ઝાડપાન પર ચળકે, {{gap|8em}}તડકો મોતી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૨. અમને તડકો આપો

કાળા કાળા અંધકારની સડકો પાડે સાદ :
અમને તડકો આપો;
અમે કાચબા જેવા : અમને સસલાં આવે યાદ :
અમને તડકો આપો!

તડકો ઝાડપાન પર ચળકે,
તડકો મોતી જેવું મલકે;
તડકો તરતો રહ્યો ઉમળકે.
તમે અમારી અડખેપડખે : પછી નથી ફરિયાદ :
અમને તડકો આપો!

તડકો વ્હાલો વ્હાલો લાગે,
જળમાં ખીલ્યો : સુંવાળો લાગે;
તડકો સાંજ સરે ને ભાગે.
સૂરજમુખીને હૈયે ગુંજે એક જ અનહદ નાદ :
અમને તડકો આપો!

૧૯૭૨(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨૫૫)