કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મારો અનંત સાથે નાતો

From Ekatra Wiki
Revision as of 01:57, 14 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૮. મારો અનંત સાથે નાતો

હું શિશિર-વસંતનાં ગીત ભલેને ગાતો
— મારો અનંત સાથે નાતો
ઓટ અને ભરતીને હું તો જોતો સાક્ષીભાવે
મારી આ આંખોની સામે સમદરનું રૂપ આવે
વાદળને હું જોઉં ભલે પણ આકાશે બંધાતો
— મારો અનંત સાથે નાતો.
ફૂલની સાથે આંખ મળે પણ ફોરમ સાથે જીવ
પંખીઓ તો ગમે મને પણ ટહુકા ગમે અતીવ
ભમરાઓ તો ભમ્યા કરે
પણ ગુંજનને હું બાગ ભરીને ચ્હાતો
— મારો અનંત સાતે નાતો.

૨૧-૨-૧૯૯૩(ઍક્વેરિયમ, ૧૯૯૩, પૃ. ૮૩)