કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૫. ચાલ, ફરીએ

From Ekatra Foundation
Revision as of 07:16, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૪૫. ચાલ, ફરીએ

નિરંજન ભગત

ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
બ્હારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

એકલા ર્હેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
ચાલ, ફરીએ!
૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)