ગુજરાતી સૉનેટકાવ્યો/હું મુજ પિતા!

From Ekatra Wiki
Revision as of 03:10, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૬. હું મુજ પિતા!

ઉશનસ્‌

અરે, આ વેળા તો અનુભવ થયો અદ્‌ભુત નવો;
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કેં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી, પ્હેરું શણિયું કરવા દેવની પૂજા.

અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠ્યો.
-પિતાજીની ટેવે! -અશી જ પ્રગટી પત્રની તૃષા!
સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગાદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી-ને ભડ્‌ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!