મંગલમ્/ભજન

Revision as of 02:48, 27 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભજન

હરિ આમ છેટાં છેટાં નવ રહીએ;
કોક દિ’ તો ભગતોના થોડા થઈએ રે…હરિ.

નયણાં દીધાં પણ દર્શન ન દીધાં,
ઊંચે રે ગગન ખોરડે બેસણાં રે કીધાં,
સમજુને ઝાઝું શું કહીએ રે…હરિ.

મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું,
આંસુનાં ફૂલડાંનું બિછાનું બિછાવ્યું,
તનનો તંબૂરો ઘૂંટી ગાઈએ રે…હરિ.